Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાંચીની પિચ જોઈ સેન્ટનર અને હાર્દિક પંડ્યા બંને આશ્ચર્યમાં, એવુ થવા લાગ્યુ જે ધાર્યુ નહોતુ!

રાંચીમાં જે નહોતુ થવાનુ એ થઈ ગયુ હતુ. રાંચીમાં ભારતીય ટીમને હાર મળતી નહોતી એ 27 જાન્યુઆરીએ લખાઈ ગઈ. એટલે કે ભારતે અહીં હાર મેળવી લીધી હતી. ભારતીય ટીમનુ સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ન્યુઝીલેન્ડની ટીમને બેટિંગ કરવા માટે નિંમત્રણ આપ્યુ હતુ. ભારત સામે 177 રનનુ લક્ષ્ય કિવી ટીમે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટના નુક્શાન પર રાખ્યુ હતુ. જવાબમાં ભારતીય ટીમ 9 વિકેટ પર 155 રન નોંધà
રાંચીની પિચ જોઈ સેન્ટનર અને હાર્દિક પંડ્યા બંને આશ્ચર્યમાં  એવુ થવા લાગ્યુ જે ધાર્યુ નહોતુ
રાંચીમાં જે નહોતુ થવાનુ એ થઈ ગયુ હતુ. રાંચીમાં ભારતીય ટીમને હાર મળતી નહોતી એ 27 જાન્યુઆરીએ લખાઈ ગઈ. એટલે કે ભારતે અહીં હાર મેળવી લીધી હતી. ભારતીય ટીમનુ સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ન્યુઝીલેન્ડની ટીમને બેટિંગ કરવા માટે નિંમત્રણ આપ્યુ હતુ. ભારત સામે 177 રનનુ લક્ષ્ય કિવી ટીમે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટના નુક્શાન પર રાખ્યુ હતુ. જવાબમાં ભારતીય ટીમ 9 વિકેટ પર 155 રન નોંધાવીને નિર્ધારિત ઓવરના અંતે અટકી ગઈ હતી. જોકે આ પિચ પર એવો અનુભવ થયો કે ભારત અને ન્યુઝીલેન્ડ બંને કેપ્ટનોને અચરજ થયુ હતુ. બંનેને આશ્ચર્યનો પાર રહ્યો નથી.
અહીં સ્પિનરોને ખૂબ મદદ મળી હતી
ભારતે 21 રનથી મેચ ગુમાવી દીધી હતી. જોકે મેચ દરમિયાન પિચથી એવો અહેસાસ જોવા મળ્યો કે જે ધાર્યા કરતા ઉલ્ટો જ રહ્યો હતો. આ સ્થિતીમાં હાર્દિક પંડ્યા અને મિશેલ સેન્ટનર બંને આશ્ચર્ય અનુભવી રહ્યા હતા. બંનેએ આ અંગે મેચ બાદ પોતાનુ આશ્ચર્ય પણ બતાવ્યુ. અહીં સ્પિનરોને ખૂબ મદદ મળી હતી. સેન્ટર ખુદ પોતે સ્પિન બોલીંગ કરે છે અને તેણે કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ.
કોઈએ વિચાર્યું ન હતું કે આવું થશે :પંડ્યા
મેચ બાદ જ્યારે પંડ્યાએ સિરીઝના બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ પર મેચ વિશે વાત કરી તો તેણે કહ્યું કે કોઈએ વિચાર્યું પણ નહોતું કે રાંચીની પિચ આવું વર્તન કરશે. તેણે કહ્યું, “મને નથી લાગતું કે કોઈએ વિચાર્યું હશે કે આ પિચ આ રીતે રમશે. બંને ટીમો આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પરંતુ મને લાગે છે કે તેઓ આ પીચ પર વધુ સારું ક્રિકેટ રમ્યા અને આ જ કારણ છે કે પરિણામ આ પ્રમાણે આવ્યું. પંડ્યાએ કહ્યું, હકીકતમાં નવા બોલને જૂના બોલ કરતાં વધુ ટર્ન મળી રહ્યો હતો. બોલ જે રીતે ફરતો હતો, તે ઉછળી રહ્યો હતો. મને લાગે છે કે તે દરેકને આશ્ચર્યચકિત કરે છે. મને લાગે છે કે અમે હજુ પણ મેચમાં હતા, સૂર્યકુમાર યાદવ અને હું રમી રહ્યા હતા ત્યાં સુધી અમે મેચમાં હતા.
બધાને આઘાત લાગ્યો : સેન્ટનર
આ સીરીઝમાં ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ કરી રહેલા સેન્ટનરે કહ્યું કે પીચ જે રીતે વર્તે છે તે જોઈને દરેકને આશ્ચર્ય થયું હતું. તેણે કહ્યું, મને લાગે છે કે જેણે પણ જોયું તે આશ્ચર્યચકિત થઈ ગયું, બીજી ઈનિંગમાં બોલે જે રીતે ટર્ન લીધો તે આશ્ચર્યજનક હતું. પરંતુ તે એક શાનદાર મેચ હતી. અંતે, ખૂબ જ કપરી સ્પર્ધા હતી. તમે ODI શ્રેણીમાં ઘણા રન જોયા હતા તેથી T20 માં બોલને ટર્ન થતો જોવાનું સારું લાગ્યું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.